જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં રહેતાં વેપારી પ્રકાશભાઈ નામોમલ રાજપાલ (ઉ.વ.55) નામના વેપારી રવિવારે સવારે તેના ઘરેથી નિકળી ગયા હતા અને ત્યારબાદ રણજીતસાગર ડેમમાં આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા જામનગર ફાયર ટીમે ડેમ સાઈટ પર પહોંચી જઇ ભારે શોધખોળ કરી હતી પરંતુ વેપારીનો પતો લાગ્યો ન હતો. ત્યારબાદ આજે સવારે ફરીથી ફાયર ટીમ દ્વારા રણજીતસાગર ડેમમાં શોધખોળ હાથ ધરાતા વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફાયર ટીમે મૃતદેહ પંચકોશી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતકના બનેવીનું થોડા દિવસો અગાઉ અવસાન થયું હતું. ત્યારબાદથી વેપારી ગુમસુમ રહેતાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.