જામનગર શહેરમાં માધાપર ભુંગા જવાના માર્ગ પર બસ સ્ટેન્ડ નજીકથી એલસીબીની ટીમે ગેરકાયદેસર પિસ્તોલ અને બે કાર્ટીસ સહિત કુલ રૂા.25200 ના મુદ્દરામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી અને આ પિસ્તોલ આપનાર શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં માધાપર મુંગા પાસેથી શખ્સ પિસ્તોલ સાથે પસાર થવાની એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજ ખફીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબીના પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી નાશીર હુશેન અબ્દુલ ગફાર ખફી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરની ગરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી.
એલસીબીની ટીમે પિસ્તોલ કબ્જે કરી તેની પાસેથી રૂા.200 ની કિંમતના બે જીવતા કાર્ટીસ અને પિસ્તોલ સહિત કુલ રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ પિસ્તોલ જામનગરના સાજીદ વાઘેર પાસેથી ખરીદ કર્યાની કેફીયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.