જામનગર શહેરના લાલવાડીમાં આવાસના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા 7 શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગરીબનગરમાં જાહેરમાં તીનપતિ રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.11460 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં અને જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રૂા.10200 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલા આવાસના પટાંગણમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન દિપક મગન જેઠવા, નીતિન જેઠા વારા, પ્રદિપ ઉર્ફે કલ્કો વલ્લભ ચૌહાણ, શૈલેષ જીવરાજ મહેતા, ઈશ્ર્વર હીરાલાલ જેઠવા, અમૃતલાલ સવજી ચૌહાણ, નરેશ ઉર્ફે નશો પરષોતમ મતિયા સહિતના સાત શખ્સોને રૂા.16450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજો દરોડો, જામનગર શહેરમાં ગરીબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગની ઉમર કકકલ, કારુ મનજી ધારેવડિયા, સુરેશ નટવરલાલ ચૌહાણ, કરીમ દાઉદ જેડા નામના ચાર શખ્સોને રૂા.11460 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર-2 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અશોક વેલજી ઝીંઝુવાડિયા, સાહિલ ઉર્ફે ભોલિયો વલીમામદ મથુપૌત્રા, કરીમ સીદીક જોખિયા અને પાંચ મહિલાઓ સહિત કુલ 8 શખ્સોને રૂા.10200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.