Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાં ધાણા-જીરુની ચોરીમાં બે શખ્સો ઝડપાયા

જામજોધપુરમાં ધાણા-જીરુની ચોરીમાં બે શખ્સો ઝડપાયા

છકડો રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

- Advertisement -

જામજોધપુરમાં મકાનના તાળા તોડી થયેલ ધાણા તથા જીરુની ચોરીના કેસમાં જામજોધપુર પોલીસે બે શખ્સોને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વાડીમાં આવેલ મકાનના તાળા તોડી ધાણા તથા જીરુની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાની સુચના અને જામજોધપુર પીઆઈ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટાફ તપાસમાં હતાં તે દરમિયાન ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક શખ્સ રીક્ષામાં આ માલ ભરી જામજોધપુરથી ભાયાવદર તરફ ગઈ હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવતા વોચ દરમિયાન જીજે-10-ટીઝેડ-2461 નંબરની રીક્ષા રોકતા તેમાંથી પાર્થ સારથી વિનોદરાય રાવલ તથા સાગર વિનોદ બકોડી નામના બે શખ્સો મળી આવતા બંને શખ્સોએ વાડીમાં મકાનના તાળા તોડી ધાણા-જીરુની ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમજ આ મુદ્દામાલ પોતાના છકડા રીક્ષામાં નાખી વેંચી નાખ્યું જણાવતા તમામ મુદ્દામાલ રીકવર કરી બંને શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular