જામજોધપુરમાં પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ અંદાજિત પાંચ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો. ડીવાયએસપી કૃણાલ દેસાઇ, લાલપુર એસડીએમ એન.ડી. ગોવાણી, જામજોધપુર પીઆઇ ચૌધરી, નશાબંધી પીએસઆઇ સહદેવસિંહ વાળા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.