કોવિડકાળના અનુભવ અને ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિઓના વિષય પર દિલ્હીમાં કન્સ્ટિટ્યૂશન ક્લબમાં આજે 2જી જુલાઈના દિવસે મહામંથન થઈ રહ્યું છે. જેની સાથો સાથ કોવિડકાળ દરમિયાન આરોગ્ય તંત્રને મજબૂત કરવા તેમજ સ્વાસ્થ્ય જનજાગૃતિ વધારવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજાવનારા ભારતના 15 તબીબોનું વિશેષરૂપે સન્માન થવા જઈ રહ્યું છે. જેમાં જામનગરના વૈદ્ય હિતેશ જાનીનું પણ સન્માન થઇ રહ્યું છે અને તેઓએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.
દિલ્હીમાં આજે તા. 2 જુલાઈના દિવસે દિલ્હીમાં કોવિડકાળના અનુભવ ઉપરાંત ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિના વિષય પર મહામંથન થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય અને એડવોકેસી ક્ષેત્રમાં છેલ્લા આઠ વર્ષોથી કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા સ્વસ્થ ભારત અને રાષ્ટ્રીય ચિકિત્સા દિવસના અવસરે દેશની સેવાભાવી ચિકિત્સકોની જુદી જુદી ત્રણ શ્રેણીઓમાં સન્માન કરવામાં આવી રહ્યું છે. જે પૈકીની એક શ્રેણીમાં જેમણે કોવિડકાળમાં સેવાભાવનો પરિચય આપ્યો છે અને સ્વાસ્થ્ય તંત્રને મજબૂત કરવા માટે તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રે જનજાગૃતી લાવવાના ભાગરૂપે પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે.
દેશભરના 15 તબીબોને ‘સ્વસ્થ ભારત સ્વાસ્થ્ય દૂત’ સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે. જેમાં જામનગરના આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વઆચાર્ય તેમજ પંચગવ્ય ક્લિનિકલના ચેરમેન તેમજ ગુજરાત સરકારના ગૌસેવા આયોગના વૈદ્ય હિતેશ જાનીનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે અને તેઓએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશભરના 15 તબીબો પૈકી તેઓ ગુજરાતમાંથી અને જામનગરમાંથી એકમાત્ર પસંદગી પામ્યા છે.