Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ફરી ગેરકાયદે બાંધકામોને ‘નિયમિત’ કરી આપવા ખેલ પડશે !

ગુજરાતમાં ફરી ગેરકાયદે બાંધકામોને ‘નિયમિત’ કરી આપવા ખેલ પડશે !

એક અંદાજ પ્રમાણે, અમદાવાદમાં આશરે 8 લાખ બાંધકામો ગેરકાયદે અથવા બીયુ પરમિશન વિનાના છે : જામનગરમાં પણ આવા બાંધકામોની સંખ્યા નાની નથી !

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં ગેરકાયદે બાંધકામો ઘણાં બધા લોકોનો મુખ્ય વ્યવસાય છે. કેટલાંક લોકો સાઇડ બિઝનેસ તરીકે પણ ગેરકાયદે બાંધકામના ક્ષેત્રમાં ગળાડૂબ રહે છે. ભૂતકાળમાં ગુજરાત સરકારે ઇમ્પેકટ ફી એવા રૂપાળા નામ હેઠળ રાજયભરમાં લાખો ગેરકાયદે બાંધકામોને નિયમિત કર્યા છે. જેનાથી સરકારને કરોડો રૂપિયાની આવક થઇ છે. સંખ્યાબંધ ભ્રષ્ટઅધિકારીઓ બચી ગયા છે અને આ પ્રકારના હજારો ધંધાર્થીઓને ઘી કેળાં થઇ ગયા હતાં. આગામી વર્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલાં લાગતાં વળગતા સૌ ને ખુશ કરી દેવા માટે વધુ એક વખત ગુજરાતમાં ઇમ્પેકટ ફીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

- Advertisement -

અમદાવાદ શહેરની 42 હોસ્પિટલોને મ્યુનિ.તંત્ર દ્વારા કલોઝર નોટિસ આપવામાં આવ્યા બાદ મંગળવારે મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજુઆત કરવા ગયેલા ડોકટરોને મ્યુનિસિપલ કમિશનરે રોકડુ પરખાવી દીધુ હતું કે,સુપ્રિમના આદેશનો અમલ કરાશે જ.બીજી તરફ જે હોસ્પિટલોને કલોઝર નોટિસ આપવામાં આવી છે એ પૈકી બાળકોની એક હોસ્પિટલમાં ચીકનગુનીયાથી સંક્રમિત બાળકો સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

રજુઆત કરવા ગયેલા ડોકટરોએ હોસ્પિટલો અને મેડીકલ સેકટરને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? શહેરમાં બીજા સેકટરના વપરાશમાં લેવાતા બી.યુ.પરમીશન વગરના અનેક બિલ્ડીંગોનો વપરાશ વિવિધ વપરાશકારો દ્વારા કરાઈ રહ્યો છે.એ બિલ્ડીંગો સામે પણ કાર્યવાહી કરો.કાર્યવાહી કરો તો એક સરખી કરો એવી રજુઆત મ્યુનિસિપલ કમિશનરને ડોકટરો તરફથી કરાતા કમિશનરે કહ્યુ,સુપ્રિમના આદેશનો અમલ કરાશે.જે હોસ્પિટલોને કલોઝર નોટિસ અપાઈ છે એમાં કયાંક ગંભીર દર્દીઓ તો કયાંક ચીકનગુનીયાથી સંક્રમિત બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિમાં 8 લાખથી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.ફાયર સેફટી એકટ અમલમાં આવ્યાને એક દાયકાથી વધુનો સમય થયો છે.પરંતુ એ પહેલા બિલ્ડીંગ યુઝ પરમીશન વગર ધમધમતા બિલ્ડીંગો એસ્ટેટ વિભાગની આંખ સામે હોવા છતાં આટલા વર્ષો સુધી કેમ આ પ્રકારે વપરાશમાં લેવાતા બિલ્ડીંગો સામે કોઈ કાર્યવાહી ન કરાઈ?શહેરમાં બંધાતા દરેક બાંધકામો અને ગેરકાયદે આપવામાં આવતા પાણી અને ગટરના જોડાણો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની નજર સામે જ અપાતા હોય છે.છતાં હપ્તારાજના કારણે ગેરકાયદેસર બાંધકામો, બી.યુ.વગરના બાંધકામો કે પાણી અથવા ગટરના ગેરકાયદે જોડાણો કાપવાની હીંમત અધિકારીઓ કરતા નથી.જો એ એમ કરવા જાય તો દર મહિને મળતા લાખો રૃપિયાના હપ્તા ગુમાવવા પડે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બી.યુ.પરમીશનનો કાયદો તો ઘણાં વર્ષોથી અમલમાં છે.જેટલા માળ બાંધવાની પરવાનગી અપાઈ હોય એનાથી પણ વધુ માળ બંધાઈ જાય છે.બિલ્ડર એ વેચીને જતા પણ રહે છે આમ છતાં એસ્ટેટ વિભાગને આ બાબત કેમ ધ્યાનમાં આવતી નથી? ફાયર એન.ઓ.સી.અને બી.યુ.પરમીશનને એક સાથે જોડીને એસ્ટેટ વિભાગ શહેરીજનોને ગુમરાહ કરી રહ્યુ છે.વાસ્તવિકતા એ છે કે,બિલ્ડીંગ યુઝ પરમીશન ના હોય તો પણ ફાયર એન.ઓ.સી.તો આપવામાં આવે જ છે.બી.યુ.મેળવવા માટે ફાયર એન.ઓ.સી.મેળવવી જરૃરી હોય છે.આમ છતાં હવે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ એસ્ટેટ અધિકારીઓને પગ નીચેથી ધરતી સરકતી હોય એમ લાગતા હવે હાથમાં દંડો લઈ બી.યુ.પરમીશન વગરના બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવા ઉતરી પડયા છે.

- Advertisement -

આગામી વર્ષમાં રાજયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.આ અગાઉ ફરી એક વખત ગેરકાયદેસર બાંધકામો કે બિલ્ડીંગ યુઝ પરમીશન વગરના બાંધકામોને નિયમિત કરવાના ઓઠા હેઠળ ઈમ્પેકટ ફીનો કાયદો હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની ફીટકાર બાદ લાવવા વેતરણ શરુ કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.ચૂંટણી પહેલા સરકારી તંત્રને એક સાથે અનેક તીર મારી લેવાના મનસુબા છે.એક તરફ ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી લેવાશે.એ બહાને રાજકીય પક્ષોને ફંડ મળશે. ઉપરાંત ગેરકાયદે બાંધકામો કે બિલ્ડીંગ યુઝ પરમીશન ના ધરાવતા બિલ્ડીંગોના વપરાશકારોમાં સરકારી તંત્રની વાહ-વાહ થશે અને ફરી બીજા પાંચ વર્ષ નીકળી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular