ગુજરાતમાં કોરોના મહામારીના સંદર્ભમાં મે માસના પ્રથમ બે દિવસ મંગલ તરફ ગતિ કરી રહેલા દેખાય છે. પહેલી મે એ પોઝિટીવ કેસની સંખ્યા 5.2 ટકા ઘટ્યા પછી, બીજી મે ના દિવસે નવા કેસ 6.3 ટકા ઘટ્યા છે. પાછલાં 24 કલાકમાં મોતની સંખ્યામાં પણ 11 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રાજ્યની જામનગર સહિતની 8 મહાનગરપાલિકાઓમાં પાછલાં 24 કલાકમાં 8234 નવા કેસ નોંધાયા છે, જે 8.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. 8 મહાનગરપાલિકામાં મોતનો આંકડો 71 છે. જે 24 કલાકમાં 7.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ ડિસ્ચાર્જ 11146 બીજી મે એ નોંધાયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
રાજ્યની સોલા સિવિલ હોસ્પિટલ તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. મધ્યમ કક્ષાની રાજ્યની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં આજે પણ ઓક્સિજનનો પૂરવઠો ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં કોરોના સંદર્ભે મે માસના પ્રથમ બે દિ’ મંગલ રહ્યા
રાજ્યમાં મધ્યમ કક્ષાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં આજે પણ ઓક્સિજનનો પૂરવઠો ચિંતાનો વિષય છે