Sunday, January 11, 2026
Homeરાજ્યગુજરાતગુજરાતમાં હજુ આટલા દિવસ શાળાઓ બંધ રહેશે

ગુજરાતમાં હજુ આટલા દિવસ શાળાઓ બંધ રહેશે

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના પરિણામે શાળાઓ બંધ કરવામાં આવી છે. આજે રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે 5 ફેબ્રુઆરી બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુજરાતમાં હજુ 5 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શાળાઓ ફરી ખોલવાની માંગ ઉઠી રહી હતી. પરંતુ હજુ 5 ફેબ્રુઆરી બાદ જ શાળાઓ ખોલવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

ત્યારે આજે રોજ શિક્ષણમંત્રીએ પણ જણાવ્યું હતું કે રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular