Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગાંધીનગરમાં ભેંશો દારુ ભળેલું પાણી પી ગઈ અને પછી...

ગાંધીનગરમાં ભેંશો દારુ ભળેલું પાણી પી ગઈ અને પછી…

- Advertisement -

ગાંધીનગરના ચિલોડામાં ત્રણ ભેંશો અનાયાસે દારુ ભળેલું પાણી પી જતા લથડીયા ખાવા લાગી હતી. અને તેના માલિકે તો પશુ ડોક્ટરને પણ બોલાવ્યા હતા. ડોક્ટર દવા આપીને તો જતા રહ્યા પણ તેઓને શંકા ગઈ હતી કે ભેંશોએ દારુ ભળેલું પાણી પી લેતા તેમની હાલત આવી થઇ છે.આ અંગે તેમણે LCBને જાણ કરી અને પોલીસે દરોડો પાડતા ત્યાંથી દારૂનો જથ્થો મળી આવતા માલિકની ધરપકડ કરી છે.

- Advertisement -

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે ત્યારે ચિલોડામાં ભેંશોના માલિકે પોતાના તબેલા અને હવાડામાં દારુ છુપાવીને રાખ્યો હતો. અને પાણી ભરેલા હવાડામાં રાખેલ દારૂની બોટલો ખુલી ગઈ હતી અને પાણીમાં દારુ ભળી ગયો અને ભેંશો એ પાણી પી જતા લથડીયા ખાવા લાગી હતી. બાદમાં માલિકે પશુ ડોક્ટરને બોલવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ભેંશોએ દારુ ભળેલું પાણી પી લેતા તેની આવી હાલત થઇ હોવાની શંકાના આધારે પશુ ડોકટરે એલસીબીને જાણ કરી હતી.   બાદમાં પોલીસે અહીં દરોડો પાડી ગમાણની સઘન તપાસ કરતાં પાણીના હવાડામાં તેમજ ઘાસચારાની નીચે છૂપાવેલી દારૂની ૧૦૧ બોટલ મળી આવી હતી. ભેંસો ભૂલથી હવાડામાં અમુક બોટલો ફૂટી જતા કે લીક થતા દારૂ વાળું પાણી પી જતા નશો ચડી ગયાનું ખુલ્યું હતું. પોલીસે દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular