Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયચાર વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાટલી બદલી

ચાર વર્ષમાં કોંગ્રેસના 170 ધારાસભ્યોએ પાટલી બદલી

2016થી 2020 દરમ્યાન ભાજપના પણ 18 વિધાનસભ્યોએ પક્ષ બદલ્યો

- Advertisement -

ચાર વર્ષમાં દેશમાં બદલેલાં રાજકીય સમીકરણો અને વર્ચસ્વ વચ્ચે રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ મચી છે. ખાસ કરીને કેટલાંક સત્તા લાલસુ નેતાઓ સત્તાના ચુંબક તરફ આકર્ષાતા જોવા મળી રહયા છે.

- Advertisement -

કોંગ્રેસના 170 વિધાનસભ્યો 2016થી 2020 દરમિયાન યોજાયેલી ચૂંટણીઓ વખતે બીજા રાજકીય પક્ષોમાં જોડાયા હતા. તેની સામે ભાજપના 18 વિધાનસભ્યોએ જ આ સમયગાળા દરમિયાન પક્ષ બદલ્યો હતો, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના પોલ રાઇટ્સ ગુ્રપના રિપોર્ટમાં જણાવાયું હતું.

નવા રિપોર્ટમાં એડીઆરે જણાવ્યું હતું કે 2016થી 2020ની વચ્ચે ફરીથી ચૂંટણી લડનારા કુલ 405 વિધાનસભ્યોમાંથી 182 ભાજપમાં જોડાયા હતા અને 38 કોંગ્રેસમાં જોડાયા હતા અને 25 તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં જોડાયા હતા.

- Advertisement -

2019ની લોકસભા ચૂંટણી વખતે ભાજપના લોકસભાના પાંચ સાંસદે પક્ષ છોડીને બીજા પક્ષમાં જવાનું પસંદ કર્યુ છે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના પાંચ સાંસદ 2016થી 2020 વચ્ચે યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન બીજા પક્ષમાં જોડાયા હતા.

2016થી 2020 વચ્ચે યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના કુલ 170 વિધાનસભ્યો પક્ષ છોડીને ગયા હતા અને બીજા પક્ષોમાં જોડાયા હતા. જ્યારે ભાજપના ફક્ત 18 વિધાનસભ્ય આ સમયગાળા દરમિયાન યોજાયેલી ચૂંટણીઓ વખતે પક્ષ છોડીને ગયા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.અહેવાલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ, મણિપુર, ગોવા, અરૂણાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા વિધાનસભ્યો દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના લીધે તૂટી હતી.

- Advertisement -

આ અહેવાલમાં જણાવાયું હતું કે 2016થી 2020 વચ્ચે રાજ્યસભામાંથી ફરીથી ચૂંટણી લડનારા 16માંથી દસ જણા ભાજપ સાથે જોડાયા હતા અને પાંચ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ 2019ની સંસદીય ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં જોડાવવા પક્ષ બદલ્યો તો. અહેવાલ મુજબ નેશનલ ઇલેક્શન વોચ અને એડીઆરે આ માટે જાતે જ સોગંદનામુ કરનારા 433 સાંસદો અને વિધાનસભ્યોના તે સોગંદનામાનું વિશ્લેષણ કર્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular