દ્વારકા જિલ્લામાં કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ સોમવારે ખંભાળિયામાં પ્રવીણ પબા જોગણી અને હારૂન અબ્બાસભાઈ ભાયા સામે, વાડીનાર ગામે હનીફ ઈબ્રાહીમ ખફી, રાજુ વીરાભાઇ ચૌહાણ અને દિનેશ વશરામ જાદવ સામે, ભાણવડમાં સતીશ ચંદુભાઈ પંચમતિયા, જાવેદ સિદ્દીક બ્લોચ અને રાજેશ માવજી કણજારીયા સામે, ઓખામાં અનવર મામદ ચાવડા, રામુ નાગાજણ હાથીયા, અને અનવર હાજી બંદરી સામે, દ્વારકામાં દિનેશ નાથાભાઈ પરમાર, હિતેશભા પાલભા માણેક અને નરેશ ભરતભાઈ જેઠવા સામે, જ્યારે કલ્યાણપુરમાં દિનેશ વશરામ જાદવ, દેવિયા ભોજા લુણા અને બાના દેશા માતંગ સામે કલમ 188 વિગેરે મુજબ સ્થાનિક પોલીસમાં કાર્યવાહી કરાઈ હતી.
જયારે ખંભાળિયામાં ચોક્કસ સમય દરમ્યાન ભારે વાહન પર પ્રવેશબંધી હોવા છતાં પણ અહીંના નગર ગેઈટ વિસ્તારમાં જી.જે. 10 એક્સ 9307 નંબરના ટેમ્પો ટ્રક લઈને આવેલા અકબર ઈશા ઘાવડા સામે અહીંની પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.