Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂા. 2.10 કરોડથી વધુ રકમનો...

દ્વારકા જિલ્લામાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂા. 2.10 કરોડથી વધુ રકમનો દંડ વસૂલાયો

ઓક્ટોબર-2021 દરમ્યાન માસ્ક ન પહેરનારા પાસેથી રૂપિયા 96 હજારનો દંડ વસુલાયો

- Advertisement -

મુખ્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહન/મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક/કપડું પહેરવાના નિયમનું ચૂસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સૂચના અન્વયે માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતું.

જે અન્વયે દ્વારકા જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ ઓક્ટોબર -2021 માસ દરમ્યાન 96 લોકો પાસેથી માસ્ક ન પહેરવાના ગુનાના દંડ પેટે રૂા 96,000 જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કૂલ 27,170 લોકો પાસેથી રૂા. 2,10,35,800 જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular