દ્વારકામાં પાડોશમાં રહેતાં નરાધમ વૃધ્ધે યુવતીને લલચાવી ફોસલાવી તેના ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે વૃધ્ધની ધરપકડ કરી તબીબી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભુમી દ્વારકામાં રહેતી એક યુવતીની પાડોશમાં રહેતાં દોલુભા માણેક નામના આશરે 65 વર્ષના નરાધમ વૃધ્ધે યુવતીને લલચાવી ફોસલાવી બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. વૃધ્ધ દ્વારા આચરેલા દુષ્કર્મને કારણે યુવતી ગર્ભવતી બની ગઇ હતી. આ અંગેની જાણ તેણીની માતાને થતાં પોલીસમાં નરાધમ વૃધ્ધ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે દ્વારકા પોલીસે વૃધ્ધની અટકાયત કરી કોવિડ પરિક્ષણ અને ડીએનએ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી હતી.
તેમજ યુવતીની તબીબી તપાસ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં કાર્યવાહી કરવામાં આવી હતી.દ્વારકા જિલ્લામાં નરાધમે આચરેલા દુષ્કર્મને કારણે લોકોમાં રોષ ફેલાય ગયો હતો.