જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં દિવાળીના પર્વ નિમિતે પતિએ પત્નીને પિયર જવાની ના પાડતા તેણીને મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં ગઈકાલના રોજ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. અન્ય બનાવ જેમાં જામજોધપુરમાં રહેતા એક યુવકની પત્ની છેલ્લા 1વર્ષથી પિયર રીસામણે ગઈ હોય અને સાસરે ન આવતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. અન્ય બનાવ જે,અ દરેડ પટેલ સમાજ નજીક રહેતા પરપ્રાંતીય યુવક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીને ઘરેથી કથી મુકતા તેણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ધ્રોલ તાલકામાં રહેતા મનોજભાઈ બીપીનભાઈ પરમાર નામના યુવકના ઘરે દશેક દીવસ પહેલા તેનો સાળો ભાવેશભાઈ આવ્યો હોય અને પોતાની બહેન વિજયાબેન (ઉ.વ23)ને દિવાળીનો તહેવાર કરવા માવતરે લઇ જવાનું કહેતા તેના પતિએ જન્માષ્ટમીના પર્વ દરમિયાન જ તું માવતરે ગઈ હતી માટે અત્યારે જવું નથી તેમ કહી દિવાળી કરવા પિયર જવાની ણા પાડતા પત્નીને ખોટું લાગી આવતા ગઈકાલના રોજ તેણીએ પોતાના ઘરે હિંડોળાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન વીજયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.
અન્ય બનાવ જેમાં ઉપલેટાના પાનેલી ગામે રહેતા મિતેશભાઈ મનસુખભાઈ મારડીયા નામના યુવકના લગ્નને 6વર્ષ થયા હોય અને છેલ્લા એક વર્ષથી તેની પત્ની પિયર ચાલી જતા હજુ સુધી પરત ણ આવતા તે વાતનું ખોટું લાગી આવતા મિતેશભાઈએ જામજોધપુરમાં આવેલ પોતાની વાડીએ નવાવર્ષના દિવસે જ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે તેમના પિતાએ જામજોધપુર પોલીસને જાણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના દરેડ પટેલ સમાજ પાસે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વીરપાલ બરાતીલાલ સક્સેના અને તેના પત્ની માયાદેવી વીરપાલ સક્સેના વચ્ચે પાંચેક દિવસ પૂર્વે ઝઘડો થયો હોવાથી પતિએ પત્નીને ઘરેથી કાઢી મુકતા અને ન બોલાવતા શનિવારના રોજ માયાદેવી (ઉ.વ.22)એ ઓરડીમાં જઈ પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.