આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં રહેતા ક્રિષ્નાભાઈ વશરામભાઈ કણજારીયા નામના 24 વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ગઈકાલે મંગળવારે સાંજે પોતાના રહેણાંક મકાનમાં આવેલી છતના હૂકમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવની જાણ મૃતકના પિતા વશરામભાઈ જેરામભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.