દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં ગત રાત્રે જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત થાય તે હેતુથી ગઈકાલે રવિવારે રાત્રે એ.એસ.આઈ. હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના 57 કર્મચારીઓને જુદી જુદી જગ્યા પર ફેરબદલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીવ રિઝર્વમાં રહેલા પી.આઈ. કે.બી. યાજ્ઞિકને મિસિંગ સેલ વિભાગમાં, સી.એલ. દેસાઈને આઈયુસીએડબલ્યુ (IUCAW) વિભાગમાં, સલાયા મરીન પોલીસ મથકના પૂર્વ પી.આઈ. અક્ષય પટેલને સાયબર ક્રાઇમ સેલ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત કોસ્ટલ સિક્યુરિટી વધુ મજબૂત બનાવવા માટે 5 પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે. સ્થાનિક ગુના શોધક શાખામાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, સલાયા વિગેરે પોલીસ મથકમાંથી 11 પોલીસમેન બદલવામાં આવ્યા છે. જ્યારે એસઓજી વિભાગમાં 4 પોલીસમેન બદલાયા છે. અત્રે હેડકવાટરમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીને ઓખા મરીન પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.
આમ, લાંબા સમય પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ બેડામાં આ પ્રકારે સામુહિક બદલીના ઓર્ડર થયા છે.