સમગ્ર દેશમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કોરોના સંક્રમણથી રક્ષણ માટે સરકાર દ્વારા રસી આપવામાં આવી રહી છે. ફ્રન્ટલાઇન વોરિયરથી રસીકરણનો પ્રારંભ થયા બાદ હવે 18 થી 44 વર્ષ સુધીના લોકો માટે પણ રસીકરણ થઇ રહ્યું છે. તાજેતરમાં ભાણવડ ખાતે પત્રકારોએ કોરોના પ્રતિરોધક રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.
ભાણવડ નગરપાલિકા હોલ ખાતે ભાણવડના પત્રકારો માટે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાણવડના પત્રકારોએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તકે પત્રકારોએ લોકોને ખોટી અફવાઓથી દૂર રહી કોરોના સંક્રમણ અટકાવવા વેકસીન લેવા અપીલ કરી હતી. વેકસીનની કોઇ આડઅસર થતી ન હોય લોકોને અફવાઓથી દૂર રહેવા અને સરકારના રસીકરણ કાર્યક્રમને સાથ આપી રસીકરણ કરાવવા અપીલ કરી હતી.