Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાણવડ પંથકમાં ધરતીપુત્રો પાક સંપૂર્ણ ધોવાઇ જતાં હાલ બેહાલ

ભાણવડ પંથકમાં ધરતીપુત્રો પાક સંપૂર્ણ ધોવાઇ જતાં હાલ બેહાલ

પાક ધોવાણ થતાં રાહત સહાય જાહેર કરવા જિલ્લા પંચાયત સદસ્ય કે. ડી.કરમુરની કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત : અતિવૃષ્ટિથી જગતનો તાત થયો નિરાધાર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરસેલા અનરાધાર મેઘવર્ષના પરિણામે ભાણવડ તાલુકામાં મુખ્ય પાક મગફળી ઉપરાંત કપાસ, સોયાબીન તથા અન્ય કઠોળ પાકોનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ભારે વરસાદના પરિણામે તમામ પાકો ધોવાઇ જતાં ધરતીપુત્રો પર આભ ફાટ્યું છે. ખેડૂતોની તનતોડ મહેનત પર પાણી ફરી વળ્યું છે તેમજ ખેતીમાં ભારે નુકશાની થઈ છે. લગભગ તૈયાર થઈ રહેલા પાક ઉપર વરસાદ વરસવાથી ખેડૂતોના મોઢે આવેલ કમાણીનો કોળીયો છીનવાઈ ગયો તેવી હાલત છે. હાલમા ભાણવડ તાલુકાની પરીસ્થિતિ લીલા દુષ્કાળ જેવી થઈ ગઈ છે. આ વિસ્તારમાં મગફળી અને કપાસના પાકને ખૂબ જ નુક્શાન થઈ રહ્યું છે. ખેડૂતોને કાળી સખત મહેનત પછી માથે ઓઢીને રડવાને સમય આવ્યો છે. તેમ કહેવું અતિશયોક્તિ નથી.

- Advertisement -

ખેડૂતોએ બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવામાં રોકેલા નાણા પાણીમાં વહી ગયા છે. જીવન નિર્વાહ માટેના આવકની વાત તો દૂર રહી પરંતુ, ખેડૂતો એ દેવું કરીને વાવેતરનો ખર્ચ કર્યો તેની ભરપાઈ કેવી રીતે કરવી તેઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતો ની સહાય આપે એવી માગણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય કે. ડી. કરમુર દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ કરી છે.

ભાણવડ તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરી આ વરસાદથી થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા તેની આ પંથકના ખેડૂતોની, રજુઆતો મળી રહી છે. તે ધ્યાને લેતાં કૃષિ વિભાગ તરફથી સાથે ખેડૂતોને થયેલ નુકશાનીનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને રાહત મળી રહે તે રીતે સહાય જાહેર કરવામાં આવે તે લોકમાંગ ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular