જામનગર સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા જામનગરના બેડી દિવેલીયા ચાલીમાં તીનપત્તીનો જુગાર રમતાં 11 શખ્સોને રૂા. 35500 ની રોકડ રકમ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ જુગાર દરોડાની વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને પીઆઇ કે.જે. ભોયેના માર્ગદર્શન તથા સર્વેલન્સના સ્ટાફના પીએસઆઇ વાય.બી. રાણાની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીને આધારે બેડી દિવેલીયા ચાલીમાં જેનુલ આબુદિન ચોકમાં રેઇડ દરમ્યાન હારૂન દાઉદ માડવાણી, દિલાવર સલીમ પાલાણી, જાફર સલીમ પાલાણી, અબ્દુલ ઇશા ભટ્ટી, જાવિદ અનવર કકલ, ઇબ્રાહિમ હુશેન પઠાણ, ફારૂક કાસમ મલા, નવાઝ કાસમ સુંભણીયા, નવાઝ હુશેન સંઘાર, સિકંદર નુરમામદ સાઇચા, કાસમ જુસબ સચડા સહિતના 11 શખ્સોને જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. રૂા. 35500ની રોકડના મુદામાલ સાથે 11 શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હે.કો. મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, પો.કો. કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.