Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઅસમમાં પીએમ મોદી, “ એક ચા વાળો તમારા દર્દને નહી સમજે તો...

અસમમાં પીએમ મોદી, “ એક ચા વાળો તમારા દર્દને નહી સમજે તો કોણ સમજશે”

- Advertisement -

અસમ વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ દ્રારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમના ચબુઆમાં રેલી દરમિયાન લોકોને ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું હતું કે હું તમને વિશ્વાસ અપાવુ છું કે એનડીએ સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે. 

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજ અસમ વિધાનસભા ચૂંટણીને લઇને ચબુઆમાં રેલી યોજી હતી. તેમાં તેઓએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે તે પાર્ટીઓ સાથે હાથ મિલાવી લીધો છે જે અસમની સંસ્કૃતિ અને વારસા માટે ખરતો છે. અસમના દરેક ભાગનો વિકાસ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. અમે રાજ્યની સંસ્કૃતિ અને વારસાને સુરક્ષિત રાખવા પ્રત્યે સંકલ્પબદ્ધ છીએ. તેમણે કહ્યું- મને તે જોઈને દુખ થઈ રહ્યુ છે કે જે કોંગ્રેસ પાર્ટીએ દેશ પર 50-55 વર્ષ સુધી રાજ કર્યું, તેણે તે લોકોનું સમર્થન કર્યુ જે ભારતની ચાની છબીને બરબાદ કરી દેવા ઈચ્છતા હતા. શુ તમે આને માફ કરશો.

પ્રધાનમંત્રીએ ચબુઆના લોકોને કહ્યું હતું કે હું તમને વિશ્વાસ અપાવુ છું કે એનડીએ સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે. એક ચા વાળો તમારા દર્દને નહી સમજી શકે તો કોણ સમજશે. તેઓએ કહ્યું કે મારું નામ નરેન્દ્ર મોદી છે અને હું જુઠ્ઠુ નથી બોલતો. કોણ શુ બોલે છે તેને બોલવા ડયો પરંતુ હું તમને ગેરંટી આપું છું કે અમારી સરકાર બનતાની સાથે જ ચા ના બગીચામાં કમ કરતા શ્રમિકોને 365 રૂપિયા વેતન આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular