જામનગરમાં સમર્પણ સર્કલ નજીક તા.2 ના રાત્રિના સમયે એક બોલેરો ડીવાઈડર ઠેકીને રોંગસાઈડમાં ચઢી આવી હતી. જેને જોઇને સામેથી આવતી ઈનોવા કારના ચાલકે અકસ્માત ટાળવાનો પ્રયાસ કરતા ઈનાવો મોટરકાર ડીવાઈડર ટપી ગઈ હતી જેમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ દ્વારા અજાણ્યા બોલેરો ફોરવ્હીલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતાં મંગલેશભાઈ રાણાભાઈ વઘોરા બુધવારે રાત્રિના સમયે પોતાની જીજે-16-એવી-3387 નંબરની ઈનોવા મોટરકાર લઇને ખંભાળિયાથી જામનગર તરફ આવી રહ્યા હતાં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરથી સમર્પણ સર્કલ વચ્ચે કુબેર પાર્ક નજીક જામનગરથી ખંભાળિયા તરફ જતી બોલેરો મોટરકારના ચાલકે પોતાની ગાડી પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર ઠેકીને રોંગસાઈડમાં બોલેરો આવી ચડી હતી. તે મોટરને પોતાની તરફ આવતી જોઇ ફરિયાદી મંગલેશભાઈ પોતાની ગાડી બચાવવા જતા પોતાની ગાડી પલ્ટી ખાઈને ડીવાઈડર ટપી રોંગસાઈડમાં પડી હતી. જેમાં ફરિયાદીને હાથ-પગમાં તથા માથામાં ઈજાઓ પહોંચી હતી. આ અંગે અજાણ્યા બોલેરો ગાડીચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવતા સિટી સી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.