Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 24 કલાકમાં કોરોનાના 3.86 લાખ કેસ નોંધાયા, 2.97લાખ સ્વસ્થ્ય થયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના 3.86 લાખ કેસ નોંધાયા, 2.97લાખ સ્વસ્થ્ય થયા

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના 3.86 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને આ નવા કેસની સાથે દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1.87 કરોડ થઇ ચુકી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 386452 નવા કોરોના કેસ નોંધાયા છે. હવે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 31.70 લાખને વટાવી ગઈ છે.

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે સાથે જ મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 3 લાખ 86 હજાર 854 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે.આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે 2 લાખ 91 હજાર 484 લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે ગયા.દેશમાં એક દિવસમાં 3498 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. અત્યાર સુધી 208330 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 24કલાકમાં રાજ્યમાં નવા 14327 કેસ નોંધાયા છે. તો 180 દર્દીઓના કોરોનાના લીધે મૃત્યુ પણ થયા છે. સાથે જ રાજ્યમાં 9544 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. અહીં એક દિવસમાં 66,159 સંક્રમિત થયા હતા. ત્યારબાદ ઉત્તરપ્રદેશ, દિલ્હી,છત્તીસગઢ અને બાદમાં ગુજરાતનો ક્રમ આવે છે. રાજ્યમાં કોરોનાના 1,37,794 દર્દી સારવાર લઈ રહ્યા છે.

 આ અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી દર 21.51 રહ્યો છે. ગયા અઠવાડિયે આ પોઝિટિવિટી દર 18.32% હતો. દેશમાં કોરોના સામેની લડતમાં રસી રસીકરણ ચાલુ છે. 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને દેશભરમાં રસી મળવાનું શરૂ થશે અને આ માટે, દેશભરમાં કરોડો લોકોએ નોંધણી કરાવી છે. છે. હાલના રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 22.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 15.22 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular