Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅહીંથી 20 દિવસમાં કોરોનાના 8876 દર્દીઓ ગુમ

અહીંથી 20 દિવસમાં કોરોનાના 8876 દર્દીઓ ગુમ

- Advertisement -

અત્યાર સુધી માત્ર ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટમાં બેદરકારીની વિગતો સામે આવી રહી હતી. પરંતુ હવે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કોરોના ટેસ્ટીંગ રીપોર્ટ અપલોડ કરવામાં મોટી લાપરવાહી સામે આવી છે. જ્યાં 1થી 20 મે સુધીમાં કરવામાં આવેલ RTPCR ટેસ્ટ દરમિયાન ખોટી અને અધુરી વિગતો નોંધવામાં આવી છે.જેના લીધે 8876 દર્દીઓને હજુ પણ સ્વસ્થ્ય વિભાગ શોધી શક્યું નથી.

- Advertisement -

એસજીપીજેઆઈ, લોહિયા ઇન્સ્ટીટ્યુટ અને કેજીએમયુ દ્રારા  દર્દીઓના RTPCR  ટેસ્ટ દરમિયાન ખોટી અને અધુરી માહિતીઓ અપલોડ કરવાની બેદરકારી સામે આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. લખનઉના કોવીડ પ્રભારી અધિકારી ડૉ. રોશન જૈકબના પત્રનો હવાલો આપતા ડિરેક્ટર જનરલ ઓફ મેડિકલ એજ્યુકેશન સૌરભ બાબુએ કેજીએમયુ (કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી) અને પીજીઆઇ (સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) ના ડાયરેક્ટર જનરલ અને લોહિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરને પત્ર લખીને જવાબ માંગ્યો છે.

પત્રના માધ્યમથી ડો.રોશન જેકબે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે ઘણી વખત એક જ વ્યક્તિના આરટીપીઆરસીના પરીક્ષણ માટે ઘણી લેબ્સ દર વખતે જુદી જુદી આઈડી લેતી હોય છે. આ સાથે, પોઝીટીવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ટીમનો સમય પણ બગડતો જાય છે. આરોગ્ય નિયામક સૌરભ બાબુએ ત્રણેય સંસ્થાઓને ચેતવણી આપી છે કે જો સાચી વિગતો નોંધવામાં ન આવે તો તમારે સંપૂર્ણ જવાબદારી લેવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular