દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં હરીદ્વાર કુંભ મેળામાં જનાર યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ સરકાર દ્રારા વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કુંભમાં આવતા તમામ લોકોએ પોતાનો RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ બતાવવો આવશ્યક રહેશે. આ અગાઉ મુખ્યમંત્રી તીરથસિંહ રાવે કોરોનાના ટેસ્ટની કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
ઉત્તરાખંડની હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, કુંભમાં આવતા તમામ લોકોને RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન કડકાઈ સાથે પાલન કરવામાં આવે. જે લોકો વેક્સિન લગાવી ચુક્યા છે, તે લોકો જો પોતાનું સર્ટિફિકેટ બતાવે તો, તેને છૂટ મળી શકે છે. બાકીના તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાનો થશે અને રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.
ઉત્તરાખંડમાં આ મહિને જ કુંભ મેળો શરૂ થયો છે. જો કે તાજેતરમાં જ નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પૂર્વ સીએમના નિર્ણયને બદલતા કહ્યું કે કુંભમાં કોઈ પ્રતિબંધ નહીં હોય. તેમણે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ના હોય તો પ્રતિબંધ હટાવ્યો હતો. હાલમાં જ કેન્દ્રની આરોગ્ય ટીમ ઉત્તરાખંડ ગઈ હતી અને તેમણે ચેતવણી આપી હતી તેમજ નિયમોમાં કચાસની વાત પણ કરી હતી. કુંભ મેળાને લઈને જાહેર હિતની અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન કડકાઈ સાથે પાલન કરવામાં આવે.