Monday, January 6, 2025
Homeરાજ્યગુજરાતBSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

- Advertisement -

- Advertisement -

ગુજરાત સરકારે BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર મારફતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે  આગામી સમયથી BSC નર્સિંગમાં ધોરણ 12 મેરિટના આધારે પ્રવેશ અપાશે.  નર્સિંગમાં પ્રવેશ માટે NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં.

નીતિન પટેલે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે બી.એસ.સી. નર્સિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ધો.12ના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરાવવામાં આવશે નહી. આ નિર્ણય થી રાજ્યના ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

- Advertisement -

NEET 2021 UG પરીક્ષા આગામી 12 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ યોજાનારી છે. આ પરીક્ષા દેશની 13 ભાષાઓમાં લેવામાં આવશે. અગાઉ મેડિકલ, ડેન્ટલ બાદ કેન્દ્ર સરકારે આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે નીટને ફરજીયાત કરી દેવાઇ હતી.પરંતુ હવેથી બી.એસ.સી નર્સિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ નીટ આપવી ફરજીયાત નથી. 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular