Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતકોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

કોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

- Advertisement -

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ-કોલેજો માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે જે મુજબ ૭મી જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ અપાઈ નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે.

- Advertisement -

એકેડમિક કેલેન્ડરમાં સેમેસ્ટર પરીક્ષાઓ ક્યારે લેવી તેની કોઈ સૂચના જ અપાઈ નથી જેને લઈને વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઈ છે. જો કોલેજો ઓનલાઇન ધોરણે શરુ કરવામાં આવશે તો દિવાળી વેકેશન 1નવેમ્બરથી 13 નવેમ્બર સુધીનું રહેશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન ઘટાડી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટી માટે કોમન એકેડમિક કેલેન્ડર મુજબ યુજી સેમેસ્ટર ૩,૫ (ચાર વર્ષના કોર્સ માટે સેમ.૭ પણ ) તથા પીજી સેમ.૩માં ૭મી જુનથી પ્રથમ સત્ર શરૃ થશે અને કોલેજોમાં ઓનલાઈન મોડમાં શિક્ષણ કાર્ય શરૃ કરવામા આવશે. પ્રથમ વર્ષના એટલે કે વર્ષે પ્રવેશ લેનારા નવા વિદ્યાર્થીઓ માટે સેમે.૧નું પ્રથમ સત્ર-શિક્ષણ કાર્ય ક્યારે શરૂ કરવુ તે અંગે હાલ તારીખ જાહેર કરાઈ નથી. તે પાછળથી જાહેર કરાશે. 

યુનિ.ના વિભાગો તેમજ કોલેજો દ્વારા આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ , પ્રોજેક્ટ વર્ગ પ્રથમ સત્રના અંત પહેલા પુરુ કરવા સૂચના અપાઈ છે. યુજી સેમ.૪ અને ૬ તથા પીજી સેમ.૪ માટે દ્રિતિય સત્ર ૧લી ડિસેમ્બર સુધીમાં શરૃ કરવા સૂચના આપવામા આવી છે. યુનિ.ના વિભાગો અને કોલેજોએ સેકન્ડર સેમેસ્ટરમાં આંતરિક મૂલ્યાંકન માટે વિકલી ટેસ્ટ-પ્રોજેક્ટ વર્ક ફેબુ્ર-માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્રારા 15 અને 21જુનથી શરુ થનારી પરીક્ષાઓ પણ મૌકુફ રાખવામાં આવી છે. ઓનલાઇન પરીક્ષા કઈ રીતે લેવી તે અંગે હવે નિર્ણય લેવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular