કોલકાતા હાઇકોર્ટે 22 વર્ષના યુવક અને સાડા 16 વર્ષની સગીરા વચ્ચે સહમતિથી બનેલા સેક્સના કેસમાં યુવકને બળાત્કારના આરોપમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે કહ્યું કે સ્વેચ્છાએ બનાવેલા જાતીય સંબંધોને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 હેઠળ ગુનો ગણી શકાય નહીં. જો સંબંધ બંને દ્વારા સંમતિથી હોય, તો માણસને માત્ર એટલા માટે દોષિત ઠેરવવો જોઈએ નહીં કારણ કે તેની પાસે શરિરની બનાવટ અલગ છે.
પોસકો એક્ટ બાળકોના રક્ષણ માટે છે, તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને પરેશાન કરવા અથવા કોઈ બીજા સાથે બળજબરીથી લગ્ન કરવા માટે થવો જોઈએ નહીં. આ કેસમાં ટ્રાયલ કોર્ટે યુવકને બળાત્કારનો દોષિત ઠેરવ્યો હતો. તેને પોકસોમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.