Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયતમે એકલાં છો? તો પણ, બિઝનેસ માટે કંપની સ્થાપી શકો !

તમે એકલાં છો? તો પણ, બિઝનેસ માટે કંપની સ્થાપી શકો !

- Advertisement -

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બેજટમાં સ્ટાર્ટ અપ અને વોકલ ફોર લોકલ પર ખાસ ભાર મૂકી મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે બજેટમાં જાહેરાત કરતાં જણાવ્યું કે, બજેટ મારફત સરકાર એક વ્યક્તિ કંપની બનાવીને પોતાનો ધંધો-રોજગાર શરૂ કરી ઉદ્યોગ સાહસિક બની શકશે. એટલે કે હવે એક વ્યકિતથી જ કંપની શરૂ થઇ શકશે. આ સાથે તેમણે ઉદ્યોગ સાહસિક ભારતીય નાગરિક હોવાની સાથોસાથ, એનઆરઆઇ હોય તો પણ તેને અહીં આ જાહેરાતનો લાભ મળશે. તેમ આજે તેમણે બજેટ રજૂ કરતાં જણાવ્યુ હતું.

- Advertisement -

જે અંતર્ગત તેમણે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, એક વ્યક્તિ કંપની બનાવીને પોતાનો ધંધો-રોજગાર શરૂ કરી ઉદ્યોગ સાહસિક બની શકશે. એટલે કે હવે એક વ્યકિતથી જ કંપની શરૂ થઇ શકશે. એક વ્યક્તિ કંપની (ઓપીસી) નો અર્થ એ છે કે કંપનીના સભ્ય તરીકે ફ્ક્ત એક (સિંગલ) વ્યક્તિ સાથે બનેલી કંપની. અગાઉ કંપની બનાવવા માટે ઓછામાં ઓછા બે સભ્યો રાખવાની પરંપરાગત હતી. તેમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે આ સાથે એમ પણ જણાવ્યુ કે, જે સ્ટાર્ટ અપના સમાવેશને પ્રોત્સાહન આપવાની બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે, તેપગલાથી સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓને ફયદો થશે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બેજટમાં સ્ટાર્ટ એપ અને વોકલ ફોર લોકલને ઉત્તેજન આપતાં એમ પણ જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ શરૂ કરનાર ભારતિય નાગરિક હોય તે જરૂરી નથી. એનઆરઆઇ પણ આ જોગવાઇ અંતર્ગત લાભ લઇ શકે છે. તેમણે જણાવ્યું કે, આ માટે એનઆરઆઇની ભારતીય નાગરિકની રહેવાની મર્યાદા 182 દિવસથી 120 દિવસ સુધીની કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મર્યાદા 182 દિવસની હતી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બિન-નિવાસી ભારતીયોને ભારતમાં ઓપીસીનો સમાવેશ કરવાની મંજૂરી આપતાં વિદેશી રોકણ પણ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આ સાથેતેમણે એનઆરઆઈને ભારતીય બજારમાં પ્રવેશ કરવામાં પણ મદદ મળશે.તેવી પણ બજેટ રજૂ કરતાં સમયે ટકોર કરતાં જણાવ્યું હતું. સીતારામને પ્રથમ પેપરલેસ કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે, સ્ટાર્ટઅપ્સ માટે આ એક મોટી પ્રોત્સાહન યોજના સબિત થશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રોજગારી વધારવા માટે સ્ટાર્ટઅપને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકારનું માનવું છે કે, સરકાર દ્વારા કે અન્ય કોઇ સ્થાપિત કંપની દ્વારા રોજગારીનું સર્જન થાય તેના કરતાં વધારે રોજગારીનું સર્જન સ્ટાર્ટઅપ થકી થઇ શકે છે. સરકાર દ્વારા યુવાનોને જોબ સીકર નહીં પરતું જોબ ગીવર બનાવવા તરફ લઇ જવામાં આવી રહ્યા છે.

ભારતમાં, ઓપીસીનો સમાવેશ 1 મે, 2005 ના ડો.જે.જે.ઇરાની સમિતિના અહેવાલમાં કરવામાં આવ્યો હતો. ઓપીસીની અત્યાર સુધીની આવશ્યકતા એ હતી કે ભારતમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છૂક રોકાણકાર કે ઉદ્યોગ સહસિક ભારતનો રહેવાસી હોવો જોઈએ, એટલું જ નહીં, આ ઉદ્યોગ સહસિક એક કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતમાં 182 દિવસથી વધુ સમય રોકાયેલો હોવો જોઇએ. જેને આજે રજૂ થયેલાં બજેટ મારફતે જાહેરાત કરતાં કેન્દ્રીય નાણાં મંત્રી સિતારમણે આ દિવસો ઘટાડીને 120 દિવસ કર્યા છે. આમ ભારતીય ડાયસ્પોરાના બજારમાં પ્રવેશ સરળ બને છે.

- Advertisement -

નાણા પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં કહ્યું કે, કોવિડ -19 રોગચાળો વચ્ચે ભારતના પ્રારંભને મદદ કરવા માટે, સ્ટાર્ટઅપ થકી શરૂ થયેલા નવા વ્યવસાયો માટેની વેરાની મુદ્ત વધારવામાં આવી છે. તેમણે આ મુદ્તમાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે, સટાર્ટ અપ અંતર્ગત નવી કંપની શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકને 31 માર્ચ, 2022 સુધીનો એટલે કે, એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.સંસદમાં સીતારામનએ જણાવ્યું હતું કે, 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ્સ માટે ટેક્સની મુદત વધારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular