Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆજથી સરોગસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરુ, જાણો આ કાયદા વિષે

આજથી સરોગસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરુ, જાણો આ કાયદા વિષે

હવે એક જ વાર બની શકાશે સરોગેટ મધર : 3 દિવસ પૂર્વે જ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા માતા બની

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મહિલાઓએ સરોગેસી દ્વારા માતા બનવાનો માર્ગ અપનાવ્યો છે. ત્રણ દિવસ પૂર્વે જ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા માતા બની છે. પરંતુ હવે ભારતમાં તેની પ્રક્રિયા સરળ નથી. સરોગસી પર દેશમાં બનેલા કડક કાયદાએ તેને પહેલા કરતા વધુ પડકારજનક અને વિવાદાસ્પદ બનાવી દીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ રાજ્યસભામાં સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2021 પસાર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આજથી એટલે કે 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. ભારતમાં સરોગસીના દુરુપયોગને રોકવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. મોટાભાગની ગરીબ મહિલાઓ આર્થિક તંગીને કારણે સરોગેટ માતા બનતી હતી. આ પ્રકારની કોમર્શિયલ સરોગસી પર હવે સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે.  જો નિયમોનો ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.

- Advertisement -
  • આ નિયમો આજથી અમલમાં

હવેથી ધંધાદારી સરોગેસી નહી થાય. એટલે કે જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો ફરજીયાત છે.

સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું.

- Advertisement -

જે સ્ત્રી પરણિત હોય અને તેની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે હોય  તે જીવનમાં એક જ વખત સરોગેસી દ્વારા માતા બની શકશે. સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી.

ઈચ્છુક દંપતી પરણિત હોવું જોઈએ. અને સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે તેમજ પુરુષની ઉંમર 26થી 55 હોવી જોઈએ. ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular