Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરાતા શિક્ષણ ઉપર અસર

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરાતા શિક્ષણ ઉપર અસર

ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચૂંટણી કમિશ્નરને રજૂઆત

રાજ્યમાં ચાલતી એસઆઇઆરની કામગીરીમાં પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરાતા શિક્ષણ ઉપર ગંભીર અસર પહોંચી રહી હોય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષકોને બીએલઓ તરીકેની ફરજો સ્કૂલ દરમિયાન આપવી પડે છે જેના કારણે વર્ગ ખંડનો અભ્યાસ કાર્ય વિક્ષેપ પામે છે. શાળાના સમય બાદ પણ કામગીરી કરવી પડે છે. તેમજ શાળાના સમય બાદ પણ આ કામગીરી કરવી પડે છે. જે શિક્ષકો માટે શારિરીક અને માનસીક દબાણ ઉભુ કરે છે. 50 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોને ડોર-ટુ-ડોર સર્વે જેવી શારીરીક મહેનત વાળી કામગીરી માટે મોકલવામાં આવે છે જેના કારણે તેમનું આરોગ્ય બગડે છે. મહિલા શિક્ષકોને કુટુંબની જવાબદારીઓ, સુરક્ષા અને ગૃહકાર્યો વચ્ચે સંતુલન સાધવામાં ભારે મુશ્કેલી પડે છે. બીએલઓ તરીકે શિક્ષકોની નિમણુકથી વિદ્યાર્થીઓ નિયમીત માર્ગદર્શનથી વંચીત રહે છે. જેના પરિણામે તેમનો શૈક્ષણિક વિકાસ અટકે છે બીએલઓ તરીકે નિયુકત શિક્ષકોના વ્યકિતગત મોબાઇલ નંબર જાહેર કરવામાં આવે છે જેના કારણે નાગરીકો તેમના ફોન પર કોઇપણ સમયે ફોન અથવા મેસેજ કરે છે. જેથી માનસીક તનાવ સહન કરવો પડે છે. આવી અનેક સમસ્યાઓ સર્જાઇ છે.

- Advertisement -

આથી મતદાર યાદી સંબંધીત કામગીરી માટે અલગ બીએલઓ સ્ટાફ અથવા સ્વયમ સેવકોની નિયુકતી કરવા, 55થી વધુ વયના શિક્ષકોને કાર્યમાંથી મુકત રાખવા, શિક્ષકોના ફોન નંબર જાહેર ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા તથા ડીઝીટલ કાર્ય માટે તાલીમ સમય અને ટેકનીકલ સપોર્ટ ઉપલબ્ધ કરાવવા ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા તથા મહામંત્રી એચ.કે. દેસાઇ દ્વારા રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular