Friday, December 26, 2025
Homeરાજ્યજામજોધપુરના બમથીયા ગામે ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર માટી ઉપાડી વૃક્ષોનું કર્યુ નિકંદન

જામજોધપુરના બમથીયા ગામે ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર માટી ઉપાડી વૃક્ષોનું કર્યુ નિકંદન

જામજોધપુર તાલુકાના બમથીયા ગામે ગોલ્ડન નોન ક્ધવેશનલ એનર્જી સીસ્ટમ પ્રા.લી. દ્વારા વિન્ડફાર્મનું કામ હાથ ધરેલ હતું. આ કંપનીને બમથીયા સરકારી ખરાબા નંબર 118 માંથી 8 હેકટર જમીન સરકારે કંપનીને વિન્ડફાર્મ માટે આપેલ. જેમાં કંપની દ્વારા પોતાની રીતે જમીન માપણી કરીને ગોચર ચીટમાં બેસાડેલ છે. કોઇ પણ જાતની ગામ પંચાયતની મંજુરી પણ લીધી નથી. તેમજ આ જમીનમાં અંદાજિત 1000 થી 1500 જેટલા વૃક્ષો હતાં તેમનું કંપની દ્વારા બિનઅધિકૃત રીતે નિકંદન કાઢી નાખેલ છે. આમ કંપની દ્વારા પર્યાવરણને મોટું નુકસાન કરેલ છે. જયાં વૃક્ષો હટાવેલ છે તે જગ્યા ફોેરસ્ટ ધરાવતી હતી. આ જગ્યામાં વૃક્ષોનું વાવેતર પણ થતું હતું. હાલ કંપની પાસે પણ નિમયોનું ઉલંઘન કરી વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે. તેમજ આ જગ્યાએથી બિનકાયદેસર રીતે 10 થી 15 જગ્યાએ કંપનીએ ખાડા ખોદી અંદાજિત 200 જેટલા ડમ્ફરના ફેરાથી બિનઅધિકૃત માટી ઉપાડેલ છે.

- Advertisement -

જેમના ખાડા પણ પુરાવારૂપે હોઇ જેથી કંપની દ્વારા સરકારને મોટું નુકસાન કરવામાં આવ્યું હોઇ આ અંગે કલેકટર દ્વારા તાત્કાલિન તપાસ કરી પગલાં લેવાની માંગ ખોડાભાળ ગોવાભાઈ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular