જોડિયા તાલુકાના મોજે કેશીયા ગામેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખાણકામના ચેકીંગ દરમિયાન ડમ્પર તથા એકસાકવેટર સહિત કુલ રૂા.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ ભુસ્તર શાસ્ત્રી જામનગરની સુચનાથી ખાણ ખનીજ વિભાગના ભાવેશભાઇ, નૈતિકભાઇ, રજનીકાંતભાઇ, નીખીલભાઇ, રમેશભાઇ, આનંદભાઇ સહિતની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ ખાતેથી બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખાણ કામ અંગે કરશનભાઇ ભીખાભાઇ ગાગીયાની માલીકીનું સેની કંપનીના એકસાકવેટર મશીન સીઝ કરી શિવ રોક ક્રશર ખાતે રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત એરફોર્સ ગેઇટ પાસેથી સાદી રેતી ખનીજના રોયલ્ટી પાસ વગર ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝની માલીકીના જીજે10 ટીએકસ 7114 નંબરનું ડમ્પર ઝડપી લીધુ હતું. આમ કુલ રૂા.50 લાખના મુદામાલ ઝડપાયો હતો.


