જામનગરના ભુસ્તર શાસ્ત્રી વિભાગ દ્વારા ખારાબેરાજા ગામની સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર થતાં ખાણ કામ સ્થળેથી રેઇડ દરમિયાન મશીન તથા ડમ્પર સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ખારાબેરાજા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર મોરમનું મશીન દ્વારા ખોદકામ કરાતુ હોવાની બાતમીના આધારે જામનગર ભુસ્તર શાસ્ત્રીની સુચનાના આધારે આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતિકભાઇ, નિખીલભાઇ, રમેશભાઇ સહિતની ટીમ દ્વારા રેઇડ દરમિયાન રોયલ ક્ધટ્રકશનની માલીકીનું જીજે10 સીઇ 0013 નંબરનું ટાટા હિટાચી મશીન તથા ધર્મેશસિંહ બળવંતસિંહ સીસોદીયાની માલીકીનું જીજે10 ટીએકસ 5380 નંબરનું ડમ્પર સહિતનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


