સચાણા ગામે થયેેલ જૂથ અથડામણના આરોપીઓના રહેણાંક મકાને પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપી લઇ આ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા જામનગર (ગ્રામ્ય) નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ દ્વારા અપાયેલ સૂચના મુજબ પંચકોષી ‘એ’ ડિવિઝનના પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફ દ્વારા તા. 31-12-2025ના સચાણા ગામે થયેલ જૂથ અથડામણના આરોપીઓના રહેણાંક મકાને પીજીવીસીએલની ટીમોને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પંચકોષી ‘એ’ ડિવિઝનમાં નોંધાયેલ જૂથ અથડામણના 14 આરોપીઓમાંથી સચાણા ખાતે રહેતાં 12 આરોપીઓના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram
જેમાં ઉમર દાઉદ બુચળ, જાફર ઉમર બુચળ, ઇમરાન ઉમર બુચળ, અફઝલ ઉમર બુચળ, ચારેય આરોપીઓ એક રહેણાંક મકાન, તળાવ ફળીયુ, સચાણામાંથી ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવ્યું હતું. સુલતાન જાકુભાઇ બુચળ, જાવેદ જુમાઅલી જામ, જુમા અલીજામ, જાકીરહુશેન જુમાઅલી જામ, શબ્બીર અસગર બુચળ, જીલાની અસગર બુચળના રહેણાંક મકાને ગેરકાયદેસર વીજ કનેકશન અંગે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


