Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર1, ઓકટોબરથી વેક્સિન પ્રમાણપત્ર નહીં હોય, તો જામનગરના આ સ્થળોએ નહીં મળે...

1, ઓકટોબરથી વેક્સિન પ્રમાણપત્ર નહીં હોય, તો જામનગરના આ સ્થળોએ નહીં મળે પ્રવેશ…

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના લોકોને કોરોના સામે રક્ષણ આપવા તમામ લોકો વેક્સિનથી સુરક્ષીત થાય તે માટે જામ્યુકો દ્વારા આગામી એક ઓકટોબરથી પોતાની તમામ કચેરીઓ, બગીચાઓ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મ્યૂઝિયમ, સિવિક સેન્ટર જેવા જાહેર સ્થળોએ લોકોને વેક્સિન પ્રમાણપત્ર વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. મહાપાલિકા દ્વારા આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજય સહિત જામનગર શહેરમાં કોવિડ-19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેકસીનેશનની કામગીરી ચાલી રહેલ છે. તેમજ અત્યાર સુધીમાં જામનગર શહેરના નાગરિકોને કુલ 6,38,993 ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ 4,20,183 અને બીજો ડોઝ 2,18,810 આપવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ લોકોને કોવિડ-19 વેક્સીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હોલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉમરના તમામ વ્યકિતઓને 100 % પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે વેક્સીન મહાઅભિયાન પણ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, લાખોટા મ્યુઝીયમ, રણમલ લેક, તમામ સીવીક સેન્ટર, વોર્ડ ઓફિસ, માં કાર્ડ સેન્ટર, આધાર કાર્ડ સેન્ટર, શહેરમાં આવેલ જુદા-જુદા ગાર્ડન અને જામનગર મહાનગરપાલિકાની તમામ બિલ્ડીંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે. આમ કોવિડ-19 વેકસીનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને ઉપરોકત જગ્યાએ તા.01/10/2021, શુક્રવારથી પ્રવેશ આપવામાં આવશે નહી.

આમ, જામનગર શહેરની જનતાને પોતાના રહેણાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેક્સીન મેળવી લેવાં અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular