Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સજો આજે પણ મેચ ન રમાય તો ગુજરાત ચેમ્પિયન

જો આજે પણ મેચ ન રમાય તો ગુજરાત ચેમ્પિયન

- Advertisement -

ગઇકાલે અમદાવાદમાં વાવાઝોડા સાથે ખાબકેલાં ભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલી આઇપીએલની ફાઇનલ આજે રમાશે. દરમ્યાન હવામાન વિભાગે આજે પણ બપોર બાદ વરસાદની આગાહી આપી છે. જો આજે પણ વરસાદને કારણે ફાઇનલ મેચ ન રમી શકાય તો ગુ્રપમાં ટોચના સ્થાને રહેનાર તેમજ સારી રનરેટ ધરાવનાર ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બની જશે.

- Advertisement -

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચને વરસાદનું ગ્રહણ લાગ્યું હતું. ટોસના અડધા કલાક અગાઉ સાંજે આશરે 6.30 કલાકે વાતાવરણ એકાએક પલટાયું હતું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાત્રે 11 વાગ્યા મેઘરાજાએ ખમૈયા કરતાં મેદાનમાં રમી શકાય તેવી સ્થિતિ ના હોવાથી મેચને રિઝર્વ ડેએ યોજવા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આઈપીએલની ફાઈનલમાં વરસાદનું વિઘ્ન નડ્યું હોય તેવી આ પ્રથમ ઘટના રહી છે. અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે સાંજે સાડા છ વાગ્યે વરસાદ વરસતા સ્ટેડિયમમાં પિચ તેમજ બોલિંગ માટેના બન્ને છેડાને ડબલ કવર્સથી ઢાંકી દેવાયા હતા. બેથી અઢી કલાક સુધી સતત વરસાદ વરસ્યો હતો જેને પગલે આઈપીએલ ફાઈનલ જોવા આવેલા પ્રેક્ષકોનો ઉત્સાહ ઓસરી ગયો હતો. 8.55 કલાકે

વરસાદે વિરામ લેતા પિચ પરથી કવર્સ હટાવવાની કામગીરી પુન: શરૂ કરવામાં આવી હતી ત્યાં જ 9.20એ ફરીથી મેઘરાજા મન મૂકીને વરસવા લાગતાં ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ફરીથી પિચને કવર કરી દેવામાં આવી હતી. સ્ટેડિયમમાં વરસાદથી બચવા પ્રેક્ષકોએ અપર સ્ટોલ્સમાં રહેલી છતનો સહારો લેવો પડ્યો હતો. લોઅરમાં રહેલા પ્રેક્ષકો અપર સુધી દોડી ગયા હતા.

- Advertisement -

વરસાદ પણ સંતાકૂકડી રમતો હોય તેમ થોડીવાર ધીમો પડતો હતો અને પ્રેક્ષકો ખુશીથી સ્ટેન્ડ્સમાં પોતાની બેઠક તરફ પ્રયાણ કરતા હતા કે તરત જ વરસાદની તીવ્રતા વધી જતી હતી અને ફરીથી તેમને સ્ટેડિયમના ઉપરના ભાગ તરફ દોડવું પડતું હતું. ભારે વરસાદને પગલે મેદાન તળાવમાં ફરેવાઈ ગયું હતું પરંતુ ડ્રેઈનેજ માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાને પગલે મેદાનમાં પાણીના ભાગનો ઝડપથી નિકાલ થઈ જતો હતો. જો કે રાત્રે 11 વાગ્યે મેચ રિઝર્વ ડે એટલે કે સોમવારે યોજવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. મેચ રમાઈ શકે તેવી કોઈ સ્થિતિ નહીં જણાતા મેચ રેફરી જાવેગલ શ્રીનાથે બન્ને ટીમના કોચ આશિષ નેહરા અને સ્ટિફન ફ્લેમિંગ સાથે હાથ મિલાવીને મેચ આવતીકાલે એટલે કે સોમવારે યોજવા અંગે સહમતિ મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular