Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતશાળામાં બાળકોને વારંવાર ત્રાસ, તો શાળાની માન્યતા રદ

શાળામાં બાળકોને વારંવાર ત્રાસ, તો શાળાની માન્યતા રદ

શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને કરવામાં આવી તાકિદ

- Advertisement -

રાજયની પ્રાથમિક સ્કૂલોમાં બાળકો શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ આપવા સામે પ્રતિબંધ હોવાછતાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને એવી તાકીદ કરવામાં આવી છે કે, પહેલી વખત શિક્ષક કે અન્ય સંબંધિત વ્યક્તિ આ પ્રકારની ભૂલ કરે તો 10 હજાર અને ત્યારબાદ 25 હજાર રૂપિયા દંડ કરવાનો રહેશે. વારંવાર આ પ્રકારની ઘટના બને તેવી સ્કૂલની માન્યતાં રદ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -

પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ અભ્યાસ કરતાં 6થી 14 વર્ષના બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવા માટે મૌખિક રજૂઆત થતાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એવી તાકીદ કરવામાં આવી હતી કે, કોઇપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહી. જો કોઇ વ્યક્તિ આ જોગવાઇનો ભંગ કરે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઇ હોવાછતાં રાજયની જુદી-જુદી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોવાની ઘટનાઓ બહાર આવી રહી છે. આ સ્થિતિમાં હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે કે,બાળકને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવામાં આવે તો પહેલી વખત આ પ્રકારની હરકત કરે તો સંબંધિત વ્યક્તિ શિક્ષક હોય કે અન્ય કોઇપણ તેને રૂ.10 હજાર દંડ કરવામાં આવશે. બીજી વખત કે પછી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરે તો દરેક વખતે રૂ.25 હજાર દંડ કરવાનો રહેશે. આ પ્રકારની કાર્યવાહીની તપાસ કર્યા બાદ સંબંધિત શાળા સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર આ પ્રકારની અનિયમિતતા આચરવામાં આવે તો અંતિમ પગલાં તરીકે સતત પાંચ વખત આ પ્રકારની કાર્યવાહી થાય તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.સુરતની એક પ્રિ પાયમરી સ્કૂલમાં એક શિક્ષિકાએ બાળકને સળંગ 35 લાફા માર્યા હતા. આ વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો. જેના પગલે હવે પ્રાથમિક શિક્ષણ વિભાગે તાકીદે નવેસરથી ગાઇડલાઇન જાહેર કરવાની ફરજ પડી હતી. આજે દિવસ દરમિયાન સોશ્યલ મિડીયા પર નાના બાળકને શિક્ષિકા દ્વારા સળંગ લાફા મારવામાં આવતાં હોવાનો વિડીયો વાયરલ થતાં વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular