Friday, November 22, 2024
Homeબિઝનેસરિટેલર્સને લોન્સ ઝડપથી મળે તો, રોકાણો તથા રોજગારી વધારી શકાય

રિટેલર્સને લોન્સ ઝડપથી મળે તો, રોકાણો તથા રોજગારી વધારી શકાય

રિટેલર્સને ધિરાણ માટે અલગ મોનિટરીંગ સિસ્ટમ ગોઠવવી જરૂરી

- Advertisement -

ગુજરાતના જીડીપીમાં મેન્યુફેકચરિંગ-રિટેલ તથા એમએસઇનું યોગદાન અન્ય રાજયોની તુલનાએ સૌથી વધુ રહ્યું છે. કોરોના મહામારીના કારણે તમામ ઉદ્યોગોને મોટો ફટકો પડયો હતો જેના અનુસંધાને સરકારે એમએસએમઇ સેકટરને અનેક રાહતોની લહાણી કરીહતી પરંતુ નાના રિટેલર્સ-જથ્થાબંધ વેપારીઓને કોઇ જ સહાય મળી ન હતી જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તાજેતરમાં રિટેલ અને જથ્ાબંધ વેપારીઓને એમએસએમઇ હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે આ સેકટરને આરબીઆઇની માર્ગદર્શિકા હેઠળ અગ્રતાના ધોરણે સસ્તા અને સરળ ધિરાણનો લાભ મળી શકશે. પરંતુ મહામારીના કારણે બેન્કો ધિરાણ આપવામાં ખચવાટ અનુભવી રહી છે. રિટેલર્સ દ્વારા એમએસએમઇના ધોરણો મુજબ ધિરાણ મેળવવા માટે અરજી કરવામાં આવી રહી છે. પરંતુ તેમાંથી 10 ટકા અરજી ધારકોને પણ ધિરાણ મળતું નથી. જયાં સુધી બેન્કો દ્વારા ધિરાણ આપવામાં નહિં આવે ત્યાં સુધી રિટેલર્સ વેપારમાં વિસ્તરણ કરી શકશે નહીં અને તેની સીધી અસર રોજગારી પર પણ પડી શકે છે. રિટેલ સેકટર કોરોના મહામારીમાં સૈથી વધુ પ્રધાવિત થયા હતા. સરકાર દ્વારા આપવામાં આવી રહેલ અનેક સબસિડી તથા યોજનાઓના લાભથી વંચીત હતા. સરકારે હજુ માત્ર ધિરાણ સરળતાથી મળી રહે તેનો જ ઉલ્લેખ કર્યો છે પરંતુ અગ્રણીઓનું કહેવું છે કે એમએસએમઇને મળતાં તમામ હકક-લાભ રિટેલર્સિજે મળે તો જરૂરી છે.

કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ નિર્ણય છતાં રિટેલર્સને એમએસએમઇના ધોરણો મુજબ ધિરાણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકાર, બેન્કો અને વેપારી એસોસિએશન સાથે મળી એક મોનીટરિંગ સિસ્ટમ અપનાવવી જોઇએ જેનાથી ધિરાણ માટે કેટલી અરજી આવી છે અને કેટલું ધિરાણ ફાળવાયું છે તેની નોંધ લઇ શકાય અને કામગીરી સરળ બને.(જયેન્દ્ર તન્ના, પ્રમુખ ગુજરાત ટે્રડર્સ ફેડરેશન)

જથ્થાબંધ અને રિટેલ ક્ષેત્રને એમએસએમઇનો દરજ્જો આપતા આ સેગમેન્ટમાં વિસ્તરણ થશે અને નવી રોજગારીનું સર્જન કરી શકશે. સૌથી વધુ રોજગારી એમએસએમઇ-રિટેલર્સ આપી રહ્યાં છે. જાહેરાત છતાં યોગ્ય સમયે અનેયોગ્ય માત્રામાં ધિરાણ મળતું નથી જેના કારણે નવા પ્રોજેકટ-વિસ્તરણની કામગીરી અટકી પડીછે.(જીગર વોરા, સીઇઓ-ક્યૂસીસી મેનેજમેન્ટ સોલ્યુશન)

ગુજરાતમાં મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ ઝડપીછે ત્યારે હવે ટેકનોલોજીનો વિકાસ થવો અતિ આવશ્યક છે. મોટા ભાગના યુનિટો ઓટોમેશન તરફ આગળ વધી રહ્યા જેના કારણે ઝડપી ઉત્પાદન અને કવોલિટીને પ્રાધાન્ય મળી શકે. બેન્કો દ્વારા યુનિટોને ઓટોમેશન પર ઝડપી ધિરાણ મળે અને સબસિડીના લાભ ઝડપી મળે તે જરૂરી છે.(ભાવેશ દેસાઇ, ડાયરેકટર,થેનીશ ઓટોમેશન પ્રા.લિ.)

ગુજરાતમાં સોલાર પાર્ક તેમજ પ્લાન્ટ માટે અંદાજે આવનાર સમયમાં 4000થી વધુ એમએસએમઇ-ઉદ્યોગકારો દ્વારા અરજીઓ આવી છે અંદાજે એક અરજી મુજબ 2-3 કરોડનું રોકાણ ગણીએ તો સરેરાશ 10-12 હજાર કરોડનું રોકાણ આવી શકે છે. પરંતુ સરકારે તાજેતરમાં સોલાર પાર્ક-પ્લાન્ટ પર મળતી સબસીડી રદ કરી દીધી છે. સરકાર પાસે ફંડ ન હોવાના કારણે સબસિડી રદ કરી હોવાનું નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે.આ સેકટર અંદાજે એક લાખથી વધુ નવી રોજગારીનું સર્જન કરવા જઇ રહ્યું હતું પરંતુ સબસીડીના અભાવે આ રોજગારી સર્જન તથા બિઝનેસનું વિસ્તરણ અટકી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular