Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસે મજબૂત થવું હોય તો એક પરિવારમાંથી મુક્ત થવું પડશે : નરેશ...

કોંગ્રેસે મજબૂત થવું હોય તો એક પરિવારમાંથી મુક્ત થવું પડશે : નરેશ ગુજરાલ

કપિલ સિબ્બલની ડિનર ડિપ્લોમસીમાં કોંગ્રેસના જી-23 જૂથના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા

- Advertisement -

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે વિપક્ષી દળોના તમામ નેતાઓને ડિનર પર બોલાવ્યા હતા. ગાંધી પરિવારની હાજરી વગર યોજાયેલા સિબ્બલના ડિનર પર સૌની નજર હતી. સિબ્બલ જી-23ના એ નેતાઓ પૈકીના એક છે જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જાણવા મળ્યા મુજબ કપિલ સિબ્બલ દ્વારા યોજવામાં આવેલા આ ડિનરમાં કોંગ્રેસના પુનરૂત્થાનને લઈને પણ ચર્ચા થઈ હતી.

કપિલ સિબ્બલના ડિનરમાં અનેક નેતાઓએ પોતાનું મંતવ્ય આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશના અનેક રાજ્યોમાં ઉપસ્થિત છે. આ સંજોગોમાં કોંગ્રેસે રિવાઈવ થવાની સખત જરૂર છે. જાણવા મળ્યા મુજબ નેતાઓએ દેશના સૌથી જૂના રાજકીય દળ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સિબ્બલના ડિનરમાં શિરોમણિ અકાલી દળના નેતા નરેજ ગુજરાલે કહ્યું હતું કે, જો કોંગ્રેસે મજબૂત થવું છે તો તેણે એક પરિવારમાંથી મુક્ત થવું પડશે.

નરેજ ગુજરાલની આ ટિપ્પણી પર ત્યાં ઉપસ્થિત કોઈ નેતાએ કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના જી-23 જૂથના નેતા કપિલ સિબ્બલે પોતાના જન્મ દિવસ નિમિત્તે ડિનર પાર્ટી યોજી હતી જેમાં વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. તેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શરદ યાદવ, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, સંજય રાઉત, ડેરેક ઓ બ્રાયન ઉપરાંત વિપક્ષી દળોના અનેક નેતાઓ સામેલ થયા હતા.

આ દરમિયાન કોંગ્રેસના જી-23 જૂથના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા. ડિનર દરમિયાન સિબ્બલે ભાજપ વિરૂદ્ધ એક મજબૂત મોરચાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. શરદ પવારે પણ તેમાં સહમતિ દર્શાવી હતી. આ ડિનર એવા સમયે યોજાયું હતું જ્યારે રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીર પ્રવાસે છે અને પ્રિયંકા ગાંધી વિદેશ પ્રવાસે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular