કોંગ્રેસની મધ્યસ્થવર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ સ્પષ્ટ સંબોધન કર્યું હતું. પોતાનો સંપૂર્ણ સમય કોંગ્રેસ પ્રમુખ તરીકે આપવા અંગે મીટિંગમાં સોનિયા ગાંધીએ કહ્યું કે જો તમે બધા મને કહો છો, તો હું મારી જાતને ફુલ ટાઈમ પાર્ટીના પ્રમુખ પદ પર રાખીશ. ક્યારેય પણ જાહેર મહત્વ અને ચિંતાના મુદ્દા પર વિચારવાનું કોંગ્રેસે છોડયું નથી. પરંતુ મીડિયામાં મારે વાત કરવાની કોઈ જરૂર નથી. દરઅસલ, થોડા દિવસ પહેલા કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોંગ્રેસ ફેસલેન હોવાનું સમજમાં નથી આવતું.
તેમ છતાં, સંગઠનના નિર્ણય પર સોનિયાએ કહ્યું હતું કે સંપૂર્ણ સંગઠનાત્મક નિર્ણયોનો કાર્યક્રમ તમારો છે. તમે બધા કામ કરો છો, પાર્ટીમાં કોઈ એકની મર્જી ચાલતી નથી. તેમણે પાર્ટીને આત્મ-નિયંત્રણ અને અનુશાસન પર ચાલવા અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસના ફૂલટાઇમ અધ્યક્ષા બની રહેવામાં મને કોઇ સમસ્યા નથી : સોનિયા ગાંધી
મારે ટીવી-અખબારોના માધ્યમથી વાતો કરવી ફરજીયાત નથી, તમામ જાહેર બાબતો પર મારી નજર : સોનિયા