પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં સંબોધન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ તેઓ સરકાર વતી જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન, કોરોના વાયરસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ લોકો હોત તો સારું હોત.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આઝાદીના 100માં વર્ષે એટલે કે 2047માં અપને ક્યાં હોઈશું. પીએમ મોદીએ કવિતા દ્રારા કહ્યું કે તેમણે વધુમાં કહ્યું હતું કે હું વિચારી રહ્યો હતો, 21મી સદીમાં તેઓ શું લખત- અવસર તેરે લઈએ ખડા છે, તૂ આત્મવિશ્વાસ સે ભર પડા છે, હર બાધા, હર બંદિશકો તોડ, અરે ભારત, આત્મનિર્ભરતાના પથ પર દોડ.
થોડાક દિવસોથી નવી જમાત જોઈ રહ્યો છું “આંદોલનજીવી” : પ્રધાનમંત્રી
આંદોલન કરી રહેલા ખેડૂતોને નરેન્દ્ર મોદી દ્રારા અપીલ કરવામાં આવી કે જે સીનીયર સિટીઝનો આંદોલનમાં જોડાયા છે તેઓ ઘરે પરત ફરે. કૃષિ આંદોલનને લઇને ઘણી ચર્ચાઓ થઇ પરંતુ આંદોલન શા માટે છે તેની વાતો ન થઇ ખેડૂત આંદોલન પર સૌ કોઈ મૌન છેકૃષિ કાયદાઓને લઇને શુ ફાયદો થાય છે તે તો એક વખત જોવો અને કાયદામાં રહેલી ખામીઓ દુર કરવામાં આવશે. આ અંદોલન ખત્મ કરો અને આવો સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવીએ. પ્રધાનમંત્રીએ હાસ્ય સાથે કહ્યું કે આપણે શ્રમજીવી, બુદ્ધિજીવી દરેક શબ્દોથી પરિચિત છીએ પરંતુ થોડાક દિવસોથી નવી જમાત જોઈ રહ્યો છું અને તે છે આંદોલનજીવી. ખેડૂતો અને દેશે આવા આંદોલનજીવીઓથી બચવું જોઈએ.
દુનિયામાં સૌથી વધુ વેક્સીન આપનાર દેશ ભારત : પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં છે. તમામ વેક્સીન બનાવવવાની હોડમાં છે જયારે ભરતદેશ સૌથી વધુ વેક્સીન આપનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે.કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર વિશ્વ ભારતને લઇને ચિંતિત હતું. અને આજે સૌ કોઈની નજર આપણા દેશ પર છે. દુનિયાનું સૌથી મોટું રસીકરણ ભારતમાં થયું છે. પીએમ મોદીએ કહ્યું કે તમે લોકો કોરોનાને કારણે અટવાઈ જશો, પરંતુ જો તમે મારા ઉપરનો તમામ ગુસ્સો ઠાલવી નાખો તો તમારું મન પણ હળવું બનશે. હું તમારા માટે કામ કરીશ, તે મારો આનંદ હશે. આ આનંદનો સતત આનંદ લેતા રહો અને જો મોદી હોય તો એક તક લો.
ભારતનું લોકતંત્ર વેસ્ટર્ન ઇન્સ્ટીટયુટ નહિ, હ્યુમન ઇન્સ્ટીટયુટ : પીએમ મોદી
પ્રધાનમંત્રીએ દેશના લોકતંત્રને લઈને રાજ્યસભામાં જણાવ્યું કે ભારતનો રાષ્ટ્રવાળાએ આક્રમક, સ્વાર્થી કે સંકીર્ણ નથી. દેશનું વેસ્ટર્ન ઇન્સ્ટીટયુટ નહિ, હ્યુમન ઇન્સ્ટીટયુટ છે. ભારતનો ઇતિહાસ લોકશાહી મૂલ્યોથી ભરેલો છે, આપણને પ્રાચીન ભારતમાં 81 પ્રજાસત્તાકોનું વર્ણન મળે છે. ભારતના રાષ્ટ્રવાદ પરના હુમલાઓથી આજે દેશવાસીઓને બચાવવું જરૂરી છે. ભારતનો રાષ્ટ્રવાદ ન તો સાંકડો છે કે ન તો આક્રમક. તે સત્યમ શિવમ સુંદરમના મૂલ્યોથી પ્રેરિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને કહ્યું કે આ શબ્દો નેતાજી સુભાષચંદ્ર બોઝના છે.