શિયાળો જામી રહ્યો છે ત્યારે લોકોને હવે સવારે વહેલા જાગીને ન્હાવામાં સ્ટે્રસ અનુભવાતો જોવા મળે છે. શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને તાપણાનો સહારો લેતા જોવા મળે છે ત્યારે દિવસની શરૂઆત ન્હાવાથી કરવાની હોય ત્યારે આજની જુગાડુ પેઢીએ તેનો પણ રસ્તો ગોતી લીધો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઇને તમને પણ થશે કે લાયા લાયા…નવું લાયા….
શિયાળો અને ન્હાવુ આ બે શબ્દો સાથે મળે એટલે સ્ટે્રસ ફીલ થવા લાગે છે. ખાસ કરીને ઠંડી જ્યારે તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે ધાબળામાંથી બહાર નિકળવાનું મન જ નથી થતું આવી સ્થિતિઓમાં કેટલાંય લોકોને ન્હાવાની વાતથી જ તણાવ અનુભવાય છે. ત્યારે આપણા દેશમાં દેશી જુગાડ જોવા મળી રહેતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ માણસની સર્જનાત્મકતા દેખાઈ આવી છે.
સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર abiii_04__એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં એક માણસ કડકડતી ઠંડીમાં આરામથી સ્નાન કરતો જોવા મળે છે ઠંડીથી બચવા માટે તેણે જે યુક્તિ અપનાવી છે તે ખરેખર જોવા જેવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સ્નાન કરતા પહેલાં યુવકે પોતાની જાતને એક મોટી પોલીથીન અથવા પ્લાસ્ટિક શીટથી સંપૂર્ણપણે ઢાંકી દીધી છે. જે રેઈનકોટ જેવો દેખાય છે જે પહેલા પછી તે ડોલમાંથી પાણી ભરીને પોતાના પર પાણી રેડવાનું શરૂ કરે છે.
View this post on Instagram
આ વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી જ્યારે આ વીડિયોમાં એવું લાગે છે કે તે માણસ ન્હાવાનો ડોળ કરી રહ્યો છે તો વાસ્તવમાં તે ન્હાતા પહેલા આવતા તણાવને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ જુગાડ દર્શાવે છે. જે કયાંકને ક્યાંક એવું પણ દર્શાવે છે કે, ભારત પાસે દરેક સમસ્યાનો હલ છે અને આપણા દેશમાં દેશી જુગાડુ યુવાનોની કમી નથી જે ક્યાંકને ક્યાંક પોતાનો જુગાડ દ્વારા સમસ્યાનો સસ્તોને સારો રસ્તો શોધી કાઢતા હોય છે.


