Wednesday, December 25, 2024
Homeરાજ્યકલ્યાણપુર પરિણીતાને પતિ દ્વારા મારી નાખવાની ધમકી

કલ્યાણપુર પરિણીતાને પતિ દ્વારા મારી નાખવાની ધમકી

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના સીમ વિસ્તાર ખાતે રહેતા અને ત્રીકમભાઈ કણજારીયાના પુત્રી જસુમતીબેન ઉર્ફે જશુબેન પ્રવીણભાઈ સોનગરા નામના 40 વર્ષીય દ્વારા મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગરના પાણખાણ વિસ્તારમાં ગોકુલનગર ખાતે રહેતા પતિ પ્રવીણભાઈ ભીખાભાઈ સોનગરા દ્વારા “બાળકોને કંઈ કહેવું નહીં”- તેમ કહી, ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણા મારી, બિભત્સ ગાળો કાઢવામાં આવતી હતી. એટલું જ નહીં, ફરિયાદી જસુમતીબેનના જામનગર ખાતે રહેતા જેઠ કાંતિભાઈ ભીખાભાઈ સોનગરા તથા જેઠાણી ભાવનાબેન કાંતિભાઈ સોનગરા દ્વારા પણ તેણીના પતિને ચઢામણી કરી, ઝઘડો કરી, પતિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રાસ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસે ત્રણેય સાસરીયા સામે આઇપીસી કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular