Friday, December 5, 2025
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં પત્નીની હત્યાના આરોપી પતિને આજીવન કેદની સજા

બેટ દ્વારકામાં પત્નીની હત્યાના આરોપી પતિને આજીવન કેદની સજા

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા હવાબેન સાલેભાઈ ચમડિયા નામના મહિલાનો મૃતદેહ ડિસેમ્બર 2020 માસમાં તેમના રહેણાંક મકાન નજીકના ખાડામાંથી મળી આવ્યો હતો. આ સંદર્ભે મૃતક મહિલાના નાનાભાઈ ઈસ્માઈલભાઈ સાલેમામદ મલેકની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસ મથકમાં માનવ વધની કલમ 302 તથા 201 ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી આર.એમ. મુંધવા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ કાર્યવાહીમાં આ હત્યા પ્રકરણમાં આરોપી એવા મૃતક મહિલાના પતિ સાલેભાઈ સીદીકભાઈ ચમડિયા (રહે. હાજી કિરમાણી રોડ, વાણીયા શેરી, બેટ દ્વારકા)ની અટકાયત કરી હતી.

- Advertisement -

આરોપી પતિ સાલેભાઈ ચમડીયા તારીખ 21-12-2020 ના રોજ તેમના પત્ની , હવાબેનને સાથે રહેવાનું જણાવતાં હવાબેનને પતિ સાથે રહેવું ન હોવાથી આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપી પતિએ ઉશ્કેરાઈને તેની કોણી તથા બાવળા વચ્ચે પોતાના પત્ની હવાબેનનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી. આ પછી લાશને સગેવગે કરી, અને પુરાવાનો નાશ કરવા માટે તેણે મૃતદેહને તેમના મકાનના ખૂણામાં ખાડો ખોદીને દાટી દીધી હતી. ત્યાર બાદ આરોપી પતિ નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું હતું.

આ સમગ્ર પ્રકરણમાં તપાસનીસ અધિકારી દ્વારા દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં જજ કે.જે. મોદીની કોર્ટમાં 17 સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી અને અન્ય મહત્વના સાક્ષીઓની લેવામાં આવેલી વિગતવાર જુબાની તેમજ એફ.એસ.એલ.ના રિપોર્ટ સાથે મદદનીશ સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપી સાલેભાઈ સિદ્દીકભાઈ ચમડીયાને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી અને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular