જીરાગઢ ગામના મુમતાઝબેન તે હબીબ હુશેન સોઢાના દિકરીને સાસરીયામાંથી દુ:ખત્રાસ આપી કાઢી મૂકતા તેમને પોતાના તથા પોતાના સગીરપુત્ર અઝરૂદ્નિના ભરણપોષણ માટે જોડિયા કોર્ટમાં અરજી કરી હતી જે ચાલી જતાં કોર્ટ દ્વારા ભરણપોષણ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના પતિએ આ ભરણપોષણની રકમ વસુલાતની અરજીમાં રકમ જમા કરાવેલ નહીં તેમજ કોર્ટમાં પણ ક્યારેય ન રહેવાથી કોર્ટે અકબર કરીમ જામ રહે. બેલાવાળાનું મિલકત જપ્તી વિકલ્પે ધરપકડનું વોરંટ ઇસ્યૂ કર્યું હતું. જે વોરંટની બજવણી કરાતા તેમના પતિ અકબર કરીમ જામની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતો.
અરજદાર તરફે વકીલની દલીલો ધ્યાને લઇ જોડિયાના જ્યુ. મેજી. સુદેશ ગીલએ અકબર કરીમ જામ રહે. બેલાવાળાને એક મહિનાનું ભરણપોષણ ન ચૂકવવા બદલામાં 10 દિવસની સજા લેખે 75 માસનું ભરણપોષણ ન ચૂકવવા માટે 750 દિવસની કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે અરજદાર તરફે જોડિયાના વકીલ એ.પી. માંકડ રોકાયેલા હતાં.