Monday, December 23, 2024
Homeરાજ્યલાંચ લેતાં ઝડપાયેલા વાડીનારના મહિલા સરપંચના પતિ વધુ બે દિવસના રિમાન્ડ પર

લાંચ લેતાં ઝડપાયેલા વાડીનારના મહિલા સરપંચના પતિ વધુ બે દિવસના રિમાન્ડ પર

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક કંપની વિસ્તારમાં કોન્ટ્રાક્ટરને મળેલા કામમાં અડચણ ઊભી નહીં કરવા સબબ તાલુકાના વાડીનાર ગામના મહિલા સરપંચના પતિ દ્વારા માંગવામાં આવેલી રૂપિયા ચાર લાખની રોકડ રકમ ઉપરાંત આઈ-ફોન, ઘરવખરીનો સામાન, મોબાઈલ ફોન વિગેરેની લાંચ સંદર્ભે અરજદાર દ્વારા એ.સી.બી. વિભાગ કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને એ.સી.બી. પોલીસે રાજકોટ ખાતે ગત્ તા. 26 મી જાન્યુઆરીના રોજ લાંચનું છટકું ગોઠવી, વાડીનાર મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર તથા તેના પતિ ડો. અબ્બાસ ઈબ્રાહીમભાઈ સંઘારની રૂપિયા દોઢ લાખની લાંચ લેવા સબબ આ દંપતીની ધરપકડ કરી હતી.

- Advertisement -

આ દંપતીને એ.સી.બી. જામનગર એકમના તપાસનીસ પી.આઈ. એ.ડી. પરમારે રાજકોટની અદાલતમાં રજુ કરી, શનિવાર સુધીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગેની તપાસ દરમિયાન એ.સી.બી. પોલીસે આરોપી ડેન્ટિસ્ટ ડોક્ટર અબ્બાસ સંઘાર પાસેથી લાંચમાં મેળવવામાં આવેલા ઘરવખરી- રસોડાનો સામાન, બે નંગ મોબાઈલ ફોન, ઉપરાંત રૂપિયા 29,000 રોકડા કબજે કર્યા હતા.

રિમાન્ડ પૂરા થતાં લાંચ માગનાર તબીબ ડોક્ટર અબ્બાસ સંઘારને એસીબી વિભાગ દ્વારા રાજકોટની અદાલતમાં રજૂ કરી, વધુ બે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા રાજકોટની સેશન્સ કોર્ટે અબ્બાસ સંઘારના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular