Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરભરણપોષણ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા પતિને 812 દિવસની જેલસજા

ભરણપોષણ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા પતિને 812 દિવસની જેલસજા

- Advertisement -

જામનગર સાધના કોલોનીમાં રહેતાં ધાનીબેનના લગ્ન જૂનાગઢ મુકામે રહેતાં મહેશભાઈ તનુમલ ખંડેરિયા સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધિ તથા જ્ઞાતિ રીતરિવાજ મુજબ થયા હતાં અને લગ્નજીવન દરમિયાન હીર તથા વીર નામના બે સંતાનોનો જન્મ થયો હતો. ધાનીબેનને તેણીના સાસરિયા દ્વારા લગ્નજીવન દરમિયાન શારીરિક માનસિક દુ:ખત્રાસ આપી પહેરેલ કપડેલ કાઢી મુકતા ધાનીબેન દ્વારા જામનગરની અદાલતમાં તેણીના પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અદાલત દ્વારા ધાનીબેનને કુલ રૂા.11000 ભરણપોષણ તથા રહેઠણાં મકાનભાડા પેટે રૂા.5000 તથા ધાનીબેનને ત્રાસ પેટે રૂા.25000 ચૂકવવા તથા અરજી ખર્ચના રૂા.1000 ચૂકવી આપવા પતિ મહેશભાઈ તનુમલ ખંડેરિયાને હુકમ કર્યો હતો. જેથી ધાનીબેન દ્વારા અદાલતના હુકમ મુજબની ચડત ભરણપોષણની રકમ કુલ રૂા.6,33,183 વસુલ મેળવવા અદાલતમાં અરજી દાખલ કરી હતી. તેમ છતાં પતિ દ્વારા ચઢત ભરણપોષણની રકમ વસૂલ નહીં આપતા જામનગર ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ એમ એન સોની દ્વારા પતિ મહેશભાઈ તનુમલ ખંડેરિયાને 812 દિવસની જેલ સજાનો હુકમ કર્યો છે. અરજદાર તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.પરિણીતાને પહેરેલ કપડે કાઢી મૂકવાના કેસમાં જામનગરની ચીફ જયુડીશીયલ કોર્ટનો આદેશ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular