જામનગર તાલુકાના કનસુમરા ગામમાં રહેતાં આદિવાસી યુવાનની પત્નીને તેના વતનમાં અન્ય પુરૂષ સાથે અનૈતિક સંબંધો હતાં જે બાબતે પતિ સાથે અવાર-નવાર ઝઘડાઓ થતા હતાં પત્નીના અનૈતિક સંબંધોની શંકા રાખી પતિએ મધ્યરાત્રિના સમયે પત્ની ઉપર લોખંડના કુહાડાથી જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પતિએ પત્નીના મૃતદેહથી થોડે દૂર જઈ સુતરની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના કનસુમરા ગામમાં શીવ મેટલ એલોઇ સામેના પ્લોટમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા નેવાભાઈ કલાભાઈ ખરાડી (ઉ.વ.48) નામના આદિવાસી યુવાનની પત્નીને તેના વતનમાં અન્ય પુરૂષ સાથે અનૈતિક સંબંધો છે તેવી તેણીનો પતિ નેવાભાઈ શંકા કુશંકા કરી અવાર-નવાર બોલાચાલી અને ઝઘડા થતા હતાં. પત્નીના અનૈતિક સંબંધોની શંક-કુશાંમાં અવાર-નવાર થતા ઝઘડાનું મનમાં રાખી બુધવારની મધ્યરાત્રિના સમયે નેવા કલા ખરાડી નામના શખ્સને તેની પત્નીના માથાના ભાગે લાકડાના હાથાવાળા લોખંડના કુહાડાથી આડેધડ ચાર ઘા ઝીંકતા પત્ની લોહી લુહાણ થઇ ઢળી પડી હતી અને થોડીવાર તરફડિયા માર્યા બાદ મોત નિપજ્યું હતું.
પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પતિ નેવા ખરાડીએ તેના ઘર પાસે ઈલેકટ્રીક થાંભલામાં ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મધ્યરાત્રિના બનેલા ખુની ખેલની જાણ થતા વિજય નેવા ખરાડીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી પતિ-પત્નીના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતક પતિ વિરૂધ્ધ પત્નીની હત્યા નિપજાવ્યાનો ગુનો બંનેના મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.