Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકામ-ધંધા માટે પત્નીના ઠપકાનું લાગી આવતા પતિની આત્મહત્યા

કામ-ધંધા માટે પત્નીના ઠપકાનું લાગી આવતા પતિની આત્મહત્યા

હાપામાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ : સાધના કોલોનીમાં રહેતી મહિલાનું બીમારી સબબ મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા બાવરીવાસમાં રહેતાં યુવાનને કામ ધંધો કરવા બાબતે પત્નીએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા મહિલાને લોહીની ઉલ્ટી થતા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામના બાવરીવાસ વિસ્તારમાં રહેતાં કાનાભાઈ નંદલાલભાઈ કોળી (ઉ.વ.23) નામના મજૂરીકામ કરતો યુવાન હાલમાં કોઇ કામ-ધંધો કરતો ન હતો. જેથી યુવાનની પત્નીએ કાનાને કામ-ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો. પત્નીના ઠપકાનું મનમાં લાગી આવતા રવિવારે સાંજના સમયે કાનાભાઈએ તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની કીકડીયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના સાધનાકોલોની એમ 45 બ્લોકમાં રૂમ નં.3801 માં રહેતા સુનિતાબેન જયદીપભાઈ સંઘાણી (ઉ.વ.36) નામના મહિલાને જૂની શ્ર્વાસની બીમારી સબબ સોમવારે રાત્રિના સમયે તેના ઘરે તબિયત લથડતા લોહીની ઉલટી થઈ હતી. જેથી મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ જયદીપભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ આઈ.આઈ. નોયડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular